Good evening Raj welcome to my report server and my blog
My agri Guru
Aloe Vera
Friday, 27 October 2017
Sunday, 13 August 2017
જમીન
દ્રાવ્ય ખાતરના ભાવમાં તોતિંગ વધારો
જમીનમાં અપાતા રાસાયણિક ખાતરોની જેમ વોટર સોલ્યૂબલ ખાતરોમાં પણ ખેડૂતોને સબસિડીનો લાભ અપાય તો સૂક્ષ્મ સિંચાઇ વધારવાના કૃષિ વિભાગના પ્રયત્નોમાં વધારો થશે : દર વર્ષે ખાતરના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો થતો વધારો : રાજ્યમાં ૧૧ લાખ હેક્ટરથી વધુમાં થતી સૂક્ષ્મ સિંચાઈ : ખાતર અને દવાનો ખેડૂતોને વધતો જતો ખર્ચ : મગફળી, કપાસ, ફળ-ફૂલ પાકો સહિત રક્ષિત ખેતીમાં મોટાપાયે ખેડૂતોની પ્રથમ પસંદ બની છે સૂક્ષ્મ સિંચાઈ : સોલ્યુબલ ખાતરોનું પ્રમાણ જાણવાની નહીંવત્ સુવિધા : ડોલરના ભાવના આધારે ખાતરના ભાવમાં થતી વધઘટ
સૂક્ષ્મ સિંચાઈ આજની તાતી જરૃરિયાત છે. દેશમાં ભગવાન ભરોસે ૪૦૦ લાખ હેક્ટરમાં થતી ખેતીને બચાવવા માટે સરકારે પણ નવી યોજના શરૃ કરી છે. ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈમાં ૫૦ ટકા સબસિડી મળતી હોવાની સાથે તેના લાભથી આજે ગુજરાત એ સૂક્ષ્મ સિંચાઈમાં દેશભરમાં અગ્રીમ હરોળમાં છે. ગુજરાતમાં ૧૧ લાખ હેક્ટરથી વધુમાં થતી સૂક્ષ્મ સિંચાઈથી ખેતીની કડવી વાસ્તવિકતા એ છે કે સૂક્ષ્મ સિંચાઈમાં ઉપયોગમાં લેવાતા વોટર સોલ્યુબલ ખાતરોના ભાવમાં દર વર્ષે ૧૦થી ૧૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. વોટર સોલ્યુબલ ખાતરો અંગે કોઈ નિયમાવલી ન હોવાથી રાજ્યમાં ખેડૂતો મોટાપાયે છેતરપિંડી થઈ રહી હોવાની બુમરાણ પાડી રહ્યા છે. યુરિયા કે ડીએપીના ભાવમાં રૃપિયા ૫૦નો વધારો થાય તો ખેડૂતો ઉહાપોહ મચાવે છે ત્યારે આધુનિક ખેતીના નામે દ્રાવ્ય ખાતરોના ભાવ ખેડૂતોની કમર તોડી રહ્યા છે. વોટર સોલ્યૂબલ ખાતરો વિદેશથી આયાત થતા હોવાથી ડોલરના ભાવની સીધી અસર તેની પર થતી હોય છે. વર્ષ ૨૦૦૯ની સ્થિતિએ આજે દ્રાવ્ય ખાતરોના ભાવ સામે આજે ખાતરોના ભાવ દોઢા થઇ ગયા છે. સૂક્ષ્મ સિંચાઇ માટે ધારાધોરણો ઘડાયા છે, પરંતુ ખેતી ખર્ચમાં થતો જતો વધારો ખેડૂતોને સૂક્ષ્મસિંચાઇથી અળગા કરે તે પૂર્વે યોગ્ય પગલાં ભરવાની જરૃરિયાત છે.
આ જે દેશમાં સૂક્ષ્મ સિંચાઈથી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સૂક્ષ્મ સિંચાઈમાં પેસ્ટ્રોલોજી અને ર્ફિટગેશન અંગેની સચોટ વિગતો હોવી એ ખેડૂતો માટે અત્યંત જરૃરી છે. ર્ફિટગેશન એટલે પાણી સાથે દ્રાવ્ય ખાતરોને આપવાની ટેકનોલોજી. ખાતરો ડ્રીપ દ્વારા સીધા જ મૂળમાં આપવાથી છોડને નિયમિતપણે જરૃરિયાત મુજબ ખાતર મળતુંં રહેતું હોય છે. ડ્રિપ સિંચાઇનો સૌથી મોટો ફાયદો એ ર્ફિટગેશન છે. ડ્રિપ માટે હવે ખેડૂતો એવું ખાતર પસંદ કરે છે કે જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોય. ખેડૂતો આ ખાતરો એગ્રોનોમિસ્ટની સલાહ મુજબ ઉપયોગમાં લેતા હોય છે. આજે ડ્રિપની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. સૌથી વધુ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. મગફળી, કપાસ અને ફળ -ફૂલ પાકો સહિત રક્ષિત ખેતીમાં મોટાપાયે ખેડૂતોની પ્રથમ પસંદ એ સૂક્ષ્મ સિંચાઈ જ રહી છે. આજે ગુજરાતમાં ૩૩૪૨ નેટહાઉસ, ૨૦૯૪ ગ્રીનહાઉસ, ૫૧ નર્સરી અને અને ૧૨,૦૦૦ હેક્ટરમાં થતી મલ્ચિંગની ખેતીમાં ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરે છે.
મગફળી અને કપાસની ખેતીમાં ડ્રિપના ઉપયોગથી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. સાથોસાથ સૂક્ષ્મ સિંચાઇનું આ ક્ષેત્ર આધુનિક ખેતીમાં આવતું હોવાની સાથે વણખેડાયેલું હોવાથી સૂક્ષ્મ સિંચાઇથી થતી ખેતીમાં ખેતીખર્ચમાં ધરખમ વધારો ખેડૂતો નજરઅંદાજ કરી રહ્યા છે. એકમાત્ર વોટર સોલ્યુબલ ખાતરોના ભાવ દર વર્ષે ૧૦થી ૧૫ ટકાના દરે વધી રહ્યા છે. ૨૦૦૯ બાદ સૂક્ષ્મ સિંચાઇથી થતી ખેતીનું પ્રમાણ વધતાં સૂક્ષ્મ સિંચાઈ સંલગ્ન કંપનીઓનો પણ રાફડો ફાટવા લાગ્યો હતો. ખેતીમાં ઉપયોગ થતાં વોટર સોલ્યુબલ ખાતરોનું પ્રમાણ જાણવા માટે પણ ખેડૂતો પાસે યોગ્ય ટેક્નિકના અભાવે વોટર સોલ્યુબલ ખાતરો બનાવતી કંપનીઓ યોગ્ય ધારાધોરણો ન જાળવી ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી હોવાની પણ ખેડૂતોમાંથી બુમરાણ ઊઠી રહી છે.
સરકાર સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધારવા માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે સૂક્ષ્મ સિંચાઇમાં વધતો જતો ખર્ચ ખેડૂતોમાં સૂક્ષ્મ સિંચાઇ યોજના અંગે નારાજગી પ્રસરાવે તે પૂર્વે ગ્રીનહાઉસ અને ખેતઓજારોની જેમ ખેડૂતોને ફિક્સ અને એક જ ભાવે દ્રાવ્ય ખાતરો મળે તેવી વ્યવસ્થા ઉભી કરવાની આજની તાતી જરૃરિયાત છે. વોટર સોલ્યૂબલ ખાતર મોટાભાગે વિદેશમાંથી આયાત થતા હોવાથી ડોલરના ભાવની વધઘટ ખાતરના ભાવને અસર કરે છે.
જમીનમાં અપાતા રાસાયણિક ખાતરોનો યોગ્ય માત્રામાં વપરાશ થાય અને તેનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવાની સાથે ખાતર પર સબસિડી પણ આપવાની જરૃર છે. ખાતરોના ભાવ એક સરખા જળવાય રહે તેવી ધારાધોરણોમાં ફેરફાર કરવાની જરૃર છે. વોટર સોલ્યૂબલ ખાતરોમાં કોઇ પ્રકારની રાહત ન હોવાથી આ ખાતરો ખેડૂતો ઊંચા ભાવે ખરીદી રહ્યા છે. સૂક્ષ્મ સિંચાઇમાં જાગૃતિ માટેના પ્રયત્નોની સાથે સાથે ખેતીખર્ચ અંગે પણ પ્રયત્નો હાથ ધરાય તો સૂક્ષ્મ સિંચાઇ યોજનાનો વ્યાપ ઝડપભેર થઇ શકે છે. વોટર સોલ્યૂબલ ખાતરો પાકમાં આપવાની માત્રા ઘણી ઓછી હોવા છતાં ખાતરો આયાત થતા હોવાથી ભાવમાં ઘણો વધારો ખેડૂતોએ સહન કરવો પડી રહ્યા છે.
૨૦૧૮માં દ્રાવ્ય ખાતરનું બજાર ૨,૪૮૨.૩ મિલિયન ડોલરે પહોંચશે
એશિયા-પેસેફિક પ્રદેશમાં વોટર સોલ્યુબલ ખાતરોનું બજાર વર્ષ ૨૦૧૩માં ૧,૮૪૯ મિલિયન ડોલરે રહ્યું હતું તે હવે વર્ષ ૨૦૧૮માં ૨,૪૮૨.૩ મિલિયન ડોલરે પહોંચે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આ બજાર વર્ષ ૨૦૧૩થી લઈને ૨૦૧૮ સુધીમાં કુલ ૬.૧ ટકાનો ર્વાિષક વૃદ્ધિ દર નોંધાવશે તેવા પણ અહેવાલો છે. ખાતર બજારની આ વૃદ્ધિ પાછળ ભારત અને ચીન જેવા દેશોનું રોકાણ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ભારત સહિત ચીનમાં વિકસિત સિંચાઈ સિસ્ટમને કારણે, ચીન વોટર સોલ્યુબલ ખાતરોના બજારમાં વૃદ્ધિ દર વધારે નોંધાવે છે. એક અહેવાલ અનુસાર આ વ્યવસાયના વિસ્તરણ માટે વૈશ્વિક સ્તરે અન્ય દેશો પણ એશિયા-પેસિફિક પ્રદેશમાં દાખલ થવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. વર્ષ ૨૦૧૩માં એશિયા-પેસેફિક માર્કેટની કુલ આવકમાં માત્ર ચીન ૪૨.૯ ટકાના હિસ્સા સાથે મુખ્ય બજાર રહ્યું હતું. અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૮માં કુલ બજારની વૃદ્ધિમાં ભારત, ચીન સહિત ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઈઝરાયેલ જેવા દેશોનો ફાળો પણ મહત્ત્વપૂર્ણ રહેશે. નોંધઃ એક મિલિયન એટલે ૧૦ લાખ ગણવા
પાણીમાં દ્રાવ્ય ખાતરો અંગે જાણો
ખાતરનું નામ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ૨૦૦૯ ૨૦૧૪
યુરિયા ફોસ્ફેટ ૧૭ ૪૪ ૦૦ ૮૫૦ ૧૨૦૦થી ૧૪૦૦
એનપીકે ૧૯ ૧૯ ૧૯ ૧૧૦૦ ૨૨૦૦થી ૨૫૦૦
મોનો પોટેશિયમ સલ્ફેટ ૦૦ ૫૨ ૩૪ ૧૭૦૦ ૩૨૦૦થી ૩૬૦૦
મોનો એમોનિયમ ફોસ્ફેટ ૧૨ ૬૧ ૦૦ ૧૬૦૦ ૨૫૦૦થી ૩૦૦૦
પોટેશિયમ નાઇટ્રેટ ૧૩ ૦૦ ૪૫ ૧૫૦૦ ૨૦૦૦થી ૨૨૦૦
પોટેશિયમ સલ્ફેટ ૦૦ ૦૦ ૫૦ ૧૦૦૦ ૧૭૦૦થી ૧૯૦૦
કેલ્શિયમ નાઇટ્રેટ ૧૫ ૦૦ ૦૦ ૮૦૦ ૧૨૦૦થી ૧૭૦૦
નોંધઃ ભાવ ૨૫ કિલોના છે. કંપની પ્રમાણે ભાવ અલગ-અલગ હોઇ શકે આ ફક્ત આધાર છે.
ડ્રિપમાં ખાતરોના વપરાશ અંગે મહત્ત્વની સૂચનાઓ
* ખાતર આપતાં પહેલાં અને પછી પિયત આપવું જરૃરી છે. જેથી ખાતર મૂળ વિસ્તારમાં અસરકારક રીતે પહોંચી શકે. ખાતર ચઢાવ્યા બાદ ઓછામાં ઓછું ૧૫થી ૨૦ મિનિટ ખાલી પાણી આપવું.
* ખાતર આપવા માટે સવાર અથવા સાંજનો સમય વધારે યોગ્ય સમય છે.
* ખાતર પૂરેપૂરું ઓગળીને ત્યારબાદ ગાળ્યા પછી જ ડ્રિપમાં ચઢાવવું.
* અલગ પ્રકારનાં ખાતરો એક સાથે આપવાં નહીં.
* ક્ષારયુક્ત પાણીમાં એમો સલ્ફેટ/ મેગ્નેશિયમ સલ્ફેટ જેવાં ખાતરને જલદીથી ઓગાળવા ખાતર સાથે સલ્ફયુરિક એસિડ અથવા સાઈટ્રિક એસિડ (લીંબુનાં ફૂલ) ઉમેરી શકાય.
* પાણીમાં નહીં ઓગળતાં ખાતરો જેવાં કે ડી.એ.પી., એસ.એસ.પી., નર્મદા કેન તથા અન્ય એન.પી.કે ખાતર પાયામાં આપવા માટે જ ઉપયોગ કરવો.
* પોટાશયુકત ખાતરો સફેદ રંગવાળાં જ વાપરવાં.
* ૧ કિલો યુરિયા = ૨.૨૫ કિલો એમો.સલ્ફેટ પ્રમાણે આપી શકાય.
* સામાન્ય રીતે વપરાતાં ખાતરો ૧ કિલો ઓગળવા માટે ૪થી ૫ લિટર પાણી જરૃરી છે.
ફૂલોની ખેતીમાં પણ ખર્ચ વધ્યો
હાઈ-ટેક પદ્ધતિ પ્રમાણે ગ્રીનહાઉસમાં જરબેરા અને ડચ રોઝ ખેતીખર્ચમાં ધરખમ વધારો થયો છે. હાઈ કવોલિટીનાં ફૂલો ઉછેર્યા બાદ તેને માર્કેટમાં મોકલવા માટેની વ્યવસ્થા માટે લગભગ પાંચ વર્ષમાં રો-મટીરિયલ્સમાં ભાવો આસમાને પહોંચી ગયા છે જે બાબતે ગુજરાત હાઈ-ટેક ફાર્મર્સ કો.ઓ સોસાયટીના પ્રમુખ હિતેશભાઇ પટેલ ભાવવધારા અંગે કહે છે કે, ફૂલોને ફીટ કરવા માટે પ્લાસ્ટિકની થેલી ૨૦૦૯ની સાલમાં પ્રતિ કિલોગ્રામ રૃ.૯૫માંં મળતી હતી જે આજે ૨૦૧૪માં વધીને પ્રતિ કિલોગ્રામ રૃ.૧૬૫ થઈ ગયા છે. એ જ પ્રમાણે રબર બેન્ડ ૨૦૦૯ની સાલમાં પ્રતિ કિલોગ્રામ રૃ.૯૦ ના ભાવે ખેડૂતોને મળતી હતી તે આજે ૨૦૧૪માં વધીને પ્રતિ કિલોગ્રામ રૃ.૧૬૦માં મળી રહી છે. જંતુનાશક દવાઓમાં પણ ૨૫ ટકાનો ધરખમ વધારો થયો છે. જેમાં ખેડૂતો પિસાઇ રહ્યા છે.
published in Gujarat leading agriculture news paper Agro sandes
published in Gujarat leading agriculture news paper Agro sandes
Tuesday, 8 August 2017
મગફળી ની ખેતી
મગફળી ની ખેતી
CONTENTS
જમીનની પ્રાથમિક તૈયારી
ખાતર
વાવેતર સમય અને મગફળીની જાતો
બીજની પસંદગી
બીજનો દર અને વાવણી અંતર
બીજની માવજત
આંતરખેડ અને નીંદામણ
પિયત
મગફળીની ખેતી
રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીના પાકને વધુ માફક આવે છે, મગફળીની સારી વૃદ્ધિ અને ડોડવાના સારા વિકાસ માટે જમીનને પોચી અને ભરભરી બનાવવી જરૂરી છે.
ચરોતરમાં મગફળીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થતું હોય છે. જો વાવેતર યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. પાકની પદ્ધતિ વિષે જાણીએ.
જમીનની પ્રાથમિક તૈયારી
સારી રીતે નિતાર શક્તિ ધરાવતી રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીને વધુ માફક આવે છે. વધુ પડતી કાળી ચિકાશાવાળી તેમજ ક્ષારવાળી જમીન માફક આવતી નથી. મગફળીના સારા ઉગાવા માટે છોડની પૂરતી સંખ્યા મેળવવા, મગફળીની સારી વૃદ્ધિ માટે અને ડોડવાના સારા વિકાસ માટે જમીનને પોચી અને ભરભરી બનાવવી જરૂરી છે. માટે આડી-ઊભી (દાંતી વડે) ટ્રેકટર અથવા હળની ખેડ કરી, કરબ મારી, આગલા પાકના જડીયાં, મૂળિયાં વગેરે વીણી પોચી અને ભરભરી બનાવવી. જે જમીનમાં ધૈણ જેવી જીવાતોનો ઉપદ્રવ થતો હોય ત્યાં ફોરેટ 10 જી નામની દાણાદાર દવા હેકટર દીઠ 20 કી.ગ્રા. પ્રમાણે જમીનમાં ચાસમાં આપવી.
ખાતર
ચોમાસુ મગફળીને હેકટર દીઠ 10 ટન ગળતીયું (કોમ્પોસ્ટ અથવા છાણિયું) ખાતર અથવા એક ટન દિવેલી ખોળ આપવો. રાસાયણિક ખાતર હેકટર દીઠ 12.5 િક.ગ્રા. નાઇટ્રોજન અને 25 કિ.ગ્રા. ફોરફોરસ વાવતા પહેલાં ચાસમાં ઓરીને આપવાં. જો ગંધક તત્વની ઉણપ હોય તો હેકટર દીઠ 20 કિ.ગ્રા. સલ્ફર આપવું. મધ્ય ગુજરાતની જમીનમાં મુખ્યત્વે લોહ અથવા જસતની ઉણપ જોવા મળે છે. જસતની ઉણપ માટે ઝિંક સલ્ફેટ 8 થી 10 થી 20 કિ.ગ્રા. પ્રતિ હેકટર મુજબ પાયાના ખાતર તરીકે જમીનની તૈયારી સમયે આપવું. ખરેખર તો જમીનના નમૂનાનું જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથ્થકરણ કરાવવું અનેે તેના આધારે કરેલ ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવહ છે.
વાવેતર સમય અને મગફળીની જાતો
જમીન અને વરસાદની પરિસ્થિતિની સાથોસાથ વાવેતર સમયને અનુકૂળ આવે તેવી મગફળીની સુધારેલી જાત પસંદ કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ઉભડી, અર્ધ વેલડી ને વેલડી એમ ત્રણ પ્રકારની મગફળીનું વાવેતર થાય છે.
વધુ ઉત્પાદન મેળવવા માટે ચોમાસામાં વરસાદ થાય તે પહેલાં મે મહિના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી પિયત આપીને મગફળીનું આગોતરૂ વાવેતર કરવું હોય તો જીએયુ જી-10, જીજી-11, જીજી-12, જીજી-13 જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું. 15 થી 30 જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી થવા અર્ધ વેલડી એમ કોઇપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય છે. માટે અર્ધ વેલડી જીજી-20ને પ્રાધાન્ય આપવું. જુલાઇ માસમાં થોડો વરસાદ થાય તો વહેલી પાકની જીજી-2 અથવા જીજી-7 જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય.
બીજની પસંદગી
પાક ઉત્પાદન વધારવા માટે નવી સુધારેલી જાતોના બિયારણનો ફાળો 10 થી 15 ટકા રહેલો છે. ચોમાસું મગફળી માટે અગાઉ જણાવેલ જાતો પૈકી જે તે વિસ્તાર માટે ભલામણ કરેલ યોગ્ય જાતની પસંદગી કરવી જોઇએ. બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી રફુકરણશક્તિવાળું, કોઇ પણ જાતોની ભેળસેળ વગરનું અને ખાતરીલાયક હોવું જોઇએ, બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.
બીજનો દર અને વાવણી અંતર
મગફળીના પાક વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં પુરતા અને સપ્રમાણ છોડની સંખ્યા જાળવવી જરૂરી છે. જેના માટે કોઠામાં દર્શાવ્યા પ્રમાણે બીજનો દર ને વાવણી અંતર રાખવું.
બીજની માવજત
દર વર્ષે એકજ જમીનમાં મગફળીનું વાવેતર કરવાથી જમીન તથા બીજજન્ય રોગો કે ઉગસુક તથા થડના કહોવારાનું પ્રમાણ વધતું જાય છે જેના પરિણામે છોડની સંખ્યા ઘટવાથી ઉત્પાદન ઓછું મળે છે. રોગોને અટકાવવા માટે એક કિ.ગ્રા. બીજ દીઠ3 થી 4 ગ્રામ થાયરમ અથવા બાવિસ્ટીન અથવા મેન્કોઝેબ અથવા કેપ્ટાર્ન જેવી ફુગનાશક દવાનો પટ આપવા છતાં પણ રોગનું નિયંત્રણ થતું નથી. તેનું મુખ્ય કારણ બીજને યોગ્ય રીતે પટ આપ્યો હોય તેવું બની શકે. બીજને સારી રીતે પટ આપવા માટે સીડ ડ્રેસર વાપરવું. જો સીડ ડ્રેસર હોય તો પતરાના પીપમાં દાણા અને દવા યોગ્ય પ્રમાણમાં નાંખી બરાબર હલાવી પટ આપી શકાય.
આંતરખેડ અને નીંદામણ
મગફળીના પાકમાં નીંદામણથી 30 થી 50 ટકા જેટલું ઉત્પાદનમાં નુકશાન થાય છે. મગફળીના પાકને પ્રથમ 45 દિવસ સુધી નીંદણ મુક્ત રાખવો ખૂબ જરૂરી છે. માટે વાવેતર કર્યા પછી 15-20 દિવસના અંતરે બે આંતરખેડ અને હાથ નીંદામણ કરી પાકને નીંદણ મુક્ત રાખવો જરૂરી છે.
પિયત
ચોમાસા દરમિયાન વરસાદ પૂરતો અને સપ્રમાણમાં વહેંચાયેલ હોય તો મગફળીના પાકને વધારાનાં પિયત આપવાની જરૂરિયાત નથી પરંતુ ફૂલ અવસ્થા, સૂયા ઉતરવા અને ડોડવામાં દાણાના વિકાસ અવસ્થાએ વરસાદ હોય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો વધારાનું પિયત આપવાથી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.
મગફળીની ખેતી
સારી રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીને વધુ માફક આવે છે.
ખેડૂત હેલ્પ લાઈન ગુજરાત
Thursday, 3 August 2017
My agri Guru
Aloe vera
1. Hi sir welcome to my agri Guru
2.एलोवेरा ( एलोवेरा को घृतकुमारी भी कहते हैं ) एक छोटा सा कटीला पौधा होता है जिसकी पत्तियों में ढेर सारा तरल पदार्थ भरा होता है. इसमें कई प्रकार के प्रोटीन और विटामिन पाए जाते हैं, इसलिए यह हमारे शरीर के लिए बहुत फायदेमंद होता है. एलोवेरा औषधीय गुणों से भरपूर होता है. एलोवेरा का नियमित इस्तेमाल करके आप फिट रह सकते हैं. तो आइए जानते हैं कि एलोवेरा के क्या-क्या फायदे हैं और इसका उपयोग किस-किस तरह से किया जा सकता है.
एलोवेरा के फायदे और उपयोग
1. Hi sir welcome to my agri Guru
2.एलोवेरा ( एलोवेरा को घृतकुमारी भी कहते हैं ) एक छोटा सा कटीला पौधा होता है जिसकी पत्तियों में ढेर सारा तरल पदार्थ भरा होता है. इसमें कई प्रकार के प्रोटीन और विटामिन पाए जाते हैं, इसलिए यह हमारे शरीर के लिए बहुत फायदेमंद होता है. एलोवेरा औषधीय गुणों से भरपूर होता है. एलोवेरा का नियमित इस्तेमाल करके आप फिट रह सकते हैं. तो आइए जानते हैं कि एलोवेरा के क्या-क्या फायदे हैं और इसका उपयोग किस-किस तरह से किया जा सकता है.
एलोवेरा के फायदे और उपयोग
- एलोवेरा के फायदे और उपयोग :
- एलोवेरा हमारे शरीर में खून की कमी को दूर करके रोग प्रतिरोधक क्षमता बढ़ाता है.
- एलोवेरा हमारे शरीर की अंदरूनी सफाई करता है और शरीर को रोगाणु से मुक्त रखने में मदद करता है. यह हमारे शरीर की नस, नाड़ियों आदि की सफाई करता है.
- त्वचा की देखभाल और बालों की मजबूती व बालों की समस्या से निजात पाने के लिए एलोवेरा संजीवनी का काम करती है.
- एलोवेरा का जूस पीने से त्वचा की नमी बरकरार रहती है. और त्वचा चमकदार दिखती है. यह त्वचा के लचीलेपन को बढ़ाकर त्वचा को खूबसूरत बनाता है.
- एलोवेरा का जूस पीने से त्वचा की खराबी, मुहांसे, रूखी त्वचा, झुर्रियाँ, चेहरे के दाग-धब्बे, आँखों के काले घेरे दूर होते हैं.
- एलोवेरा का उपयोग कोई भी व्यक्ति कर सकता है. इसका कोई साइड इफेक्ट नहीं होता है. एलोवेरा जूस खून को शुद्ध करता करता है और हीमोग्लोबिन की कमी को पूरा करता है. यह शरीर में ब्लड सेल्स की संख्या बढ़ाता है.
- यह दिल से सम्बन्धित समस्याओं, जोड़ों के दर्द, मधुमेह, यूरिन की समस्या, शरीर में जमा विषैले पदार्थ आदि को खत्म करने में मददगार है.
- इसका नियमित उपयोग करके लंबी उम्र तक स्वस्थ रहा जा सकता है.
- हर दिन एक ग्लास एलोवेरा जूस पीने से वजन घट जाता है.
- एलोवेरा जूस दांतों को साफ और रोगाणुमुक्त रखता है. एलोवेरा जूस को माउथ फ्रेशनर के तौर पर भी इस्तेमाल किया जा सकता है. एलोवेरा के जूस को मुंह में भरने से छाले और बहने वाले खून को रोका जा सकता है.
- एलोवेरा का इस्तेमाल करने से बाल झड़ने की समस्या कम हो जाती है.
- आप फेसवास के रूप में भी इसका उपयोग कर सकते हैं.
- एलोवेरा के लिक्विड में थोड़ी सी हल्दी मिलाकर सिर में लगाने से सिर दर्द में आराम पहुँचता है.
- एलोवेरा का जूस हर दिन पीने से कब्ज से राहत मिलती है.
- एलोवेरा का जूस और आँवला के जूस को मिलाकर पीने से मधुमेह में लाभ पहुँचता है.
- फटी एड़ियों में एलोवेरा जेल लगाने से लाभ पहुँचता है.
- एलोवेरा का जूस पीने से पीलिया में भी फायदा पहुँचता है.
- My new website
- You contact number add comment box
Subscribe to:
Posts (Atom)
Good Gujarat
Good evening Raj welcome to my report server and my blog
-
Aloe vera 1. Hi sir welcome to my agri Guru 2. एलोवेरा ( एलोवेरा को घृतकुमारी भी कहते ह...
-
મગફળી ની ખેતી CONTENTS જમીનની પ્રાથમિક તૈયારી ખાતર વાવેતર સમય અને મગફળીની જાતો બીજન...